Saturday, January 11, 2025
HomeGujaratવાંકાનેરમાં નવા મોબાઈલની પાર્ટી માટે જતા યુવાનોની કાર ટ્રક પાછળ અથડાતા એકનું...

વાંકાનેરમાં નવા મોબાઈલની પાર્ટી માટે જતા યુવાનોની કાર ટ્રક પાછળ અથડાતા એકનું મોત, ત્રણ ઈજાગ્રસ્ત

વાંકાનેરમાં માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે.જેમાં નવા મોબાઈલ લીધો હોવાની પાર્ટી માટે નાસ્તો કરવા જતા યુવાનોની પુરપાટ ઝડપે જતી કાર લાલપરથી વાંકાનેર તરફ જતા રોડ ટ્રક પાછળ અથડાઈ જતા કાર ચાલકનું મોત નિપજયું હતું. જયારે ત્રણ ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકાનેરનાં લાલપર ખાતે રહેતા મૂળ ટંકારા સરકારી હોસ્પિટલ પાછળ રહેતા શાહરુખભાઇ ઇસ્માઇલભાઇ બ્લોચ નામના યુવકનાં મિત્રો અમીન અલીભાઇ ભાણુ તથા અહેમદ અનવરભાઇ ભાણુ તથા સમીર અનવરભાઇ સર્વદી વાળા અમીને નવો મોબાઇલ ફોન લીધેલ હોય જેની ખુશીમાં નાસ્તો કરવા માટે કેરાળાના બોર્ડથી અમરસર ફાટકે જવા નીકળેલ ત્યારે સમીરભાઇએ પોતાની GJ-21-AQ-6845 નંબરની વોલ્સવેગનની પોલો કાર પુરઝડપે બેફિકરાય અને ગફલતભરી રીતે પોતાની તથા માણસની જીંદગી જોખમાય તે રીતે ચલાવી કેરાળા ગામના બોર્ડની સામે આવેલ દ્વારકાધીશ હોટલ પાસે નાલા ઉપર જતી GJ-36-T-7952 નંબરની ટ્રકના પાછળના ભાગે ભટકાડી દેતા કાર ચાલક સમીરભાઇ અનવરભાઇ સરવદીને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેનુ મોત નીપજ્યું હતું. જયારે શાહરુખભાઇ ઇસ્માઇલભાઇ બ્લોચને તથા અમીન તથા અહેમદને નાની મોટી ઇજાઓ પહોંચતા તેઓને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!