વાંકાનેરના હસનપર નજીક બ્રિજ નીચે ટ્રેક્ટર અને ટ્રિપલ સવારી બાઇક વચ્ચેના અકસ્માતમાં બાઇક ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે બાઇક પાછળ બેઠેલ બન્ને યુવકોને ગંભીર ઇજાઓ પહોચતા તેઓને સારવાર માટે વાંકાનેર બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કર્યા છે. અકસ્માત સર્જી ટ્રેક્ટર ચાલક પોતાનું વાહન લઈને નાસી ગયો હતો. હાલ વાંકાનેર સીટી પોલીસે અજાણ્યા ટ્રેક્ટરના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકાના પાનેલી ગામે રહેતા રાહુલભાઈ રમેશભાઈ વાધાણી ઉવ.૨૫ અને તેમના મામાના બે દીકરા ભરતભાઇ તથા વિજય ઉર્ફે કિશન એમ ત્રણેય જણ તા.૨૧/૧૧ના રોજ મોટરસાયકલ નં. જીજે-૩૬-એએચ-૪૩૧૦ વાળું લઈને જતા હતા ત્યારે હસનપર બ્રિજ નીચે કોલસાના કારખાના નજીક એક ટ્રેક્ટરના કજળકે પોતાનું ટ્રેક્ટર બેફામ ગતિએ ચલાવી બેદરકારીપૂર્ણ ડ્રાઇવિંગ કરી ટ્રિપલ સવારી બાઇકની જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો, જે અકસ્માત બાદ તુરંત ત્રણેય મોટર સાયકલ સવાર યુવકોને વાંકાનેર સરકારી હોસ્પિટલમાં સર્વત અર્થે ખસેડતા જ્યાં મોટર સાયકલ ચાલક રાહુલભાઈને જોઈ તપાસી હાજર ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા, જ્યારે અન્ય બન્ને યુવકોને વધુ સારવાર અર્થે રકોટ સરકારી હોસ્પિટલ ખાતે રીફર કર્યા હતા. અકસ્માતના બનાવ મામલે મૃતક રાહુલભાઈને મોટાભાઈ અજયભાઈ રમેશભાઈ વાધાણીએ વાંકાનેર સીટી પોલીસ મથકે આરોપી અજાણ્યા ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે









