મોરબી જીલ્લામાં અકસ્માતોના બનાવો અટકવાનું નામ નથી લેતા જેમાં વાંકાનેર બાઉન્ડ્રી નજીક ટોલનાકા પાસે ગત તા.૧૫ ના રોજ ત્રણ મિત્રો પોતાની યામહા બાઇક GJ-03-ES-8712 લઈને જય રહ્યા હતા તે દરમિયાન બાઇક ચાલક પ્રકાશભાઈ મૂળજીભાઈ સોલંકી એ અચાનક કાબુ ગુમાવતા બાઇક ટોળનાકાના સર્વિસ રોડ પરના ડિવાઇડર સાથે અથડાયું હતું જેમાં સવાર રવીશભાઈ રૂડાભાઈ પરમાર અને આકાશ નામના બે લોકોને ઈજાઓ પહોંચી હતી જ્યારે બાઇક ચાલક પ્રકાશભાઈ મુળજીભાઈ સોલંકીને મરણતોલ ઈજાઓ થતા સારવાર દરમીયાન તેઓનું મોત નીપજ્યું હતું જેથી બાઇકમાં સવાર રવીશભાઈ એ મરણ જનાર બાઇક ચાલક વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.









