મોરબીના બેલાગામની સિમમા ભયાનક ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં રોંગ સાઈડમાં આવતા ટ્રકે એક બાદ એક બે મોટરસાઇકલને હડફેટે લેતા એક મોટરસાઇકલ ચાલકનું મોત નીપજ્યું છે. જયારે અન્ય બે લોકો ગંભીર રીતે ઘવાતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ત્યારે બનાવને પગલે મોરબી તાલુકા પોલીસે ઘટનાસ્થળે પહોંચી ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના બેલાગામ ખાતે રહેતા વસીમભાઇ ઓસમાણભાઇ નરેજા નામનો યુવક ગત તા-૨૩/૦૫/૨૦૨૩ ના બપોરના સમયે પોતાની GJ-36-A-4086 નંબરની મોટરસાઇકલ લઇ બેલાગામની સિમમા આવેલ એન-સ્ક્વેર ટાઇલ્સના શો-રૂમ સામેથી પસાર થઇ રહ્યો હતો. ત્યારે GJ-12-Z-3792 નંબરના ટ્રકના ચાલકે પોતાના હવાલા વાળૂ ટ્રક રોંગ સાઇડમા પુર ઝડપે ચલાવી ફરિયાદીના મોટરસાઇકલને હડફેટે લઈ ફરિયાદીને જમણા હાથમા ફેક્ચર તેમજ માથાના ભાગે કપાળમા જમણી બાજુએ અને ડાબા હાથ અને જમણા પગમા ઇજાઓ પહોચાડી તેમજ અન્ય GJ-03-LQ-2949 નંબરના મોટરસાઇકલના ચાલક અશોક કુમાર ધાનેશ્રરભાઇ ગુપ્તા (રહે.ઘુંટુ મુળ ઝારખંડ)ને વાહન અકસ્માત કરી હડફેટે લઈ ફંગોળી દઈ હાથે-પગે અને માથા તેમજ શરીરે ગંભીર ઇજાઓ પહોંચાડતા તેનું મોત નીપજ્યું હતું. તેમજ મો.સાની પાછળ બેઠેલ વ્યક્તિ અજય પરચંદભાઇ જાટ (રહે. અમ્બુજા સીરામીક પાવડીયાળિ)ને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જે સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.