Wednesday, September 25, 2024
HomeGujaratરાજકોટ-મોરબી હાઇવે ઉપર ટેન્કર પાછળ ટ્રક ઘુસી જતા એકનું મોત : એક...

રાજકોટ-મોરબી હાઇવે ઉપર ટેન્કર પાછળ ટ્રક ઘુસી જતા એકનું મોત : એક ઈજાગ્રસ્ત

મોરબીમાં માર્ગ અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં ટંકારા તાલુકાના વીરપર ગામ નજીક વૃક્ષને પાણી પીવડાવી રહેલા ટેન્કર પાછળ કન્ટેનર ટ્રક ઘુસી જતા એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જ્યારે એક ઇજાગ્રસ્ત થયો હોવાની માહિતી સામે આવી રહી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, રાજકોટ-મોરબી હાઇવે ઉપર ટંકારા તાલુકાના વીરપર ગામ નજીક ટેન્કર હાઈવે વચ્ચે વાવેલા વૃક્ષોને પાણી પીવડાવી રહ્યું હતું તે દરમિયાન પાછળથી ટ્રક કન્ટેનર અથડાતા કન્ટેનર ટ્રકની કેબિનનો બુકડો બોલી ગયો હતો. જે અકસ્માતમાં બિહારના યુવાન ગુડ્ડુભાઈ શિવનાથભાઈ રાયનું મોત નિપજ્યું હોવાની માહિતી સામે આવી રહી છે. તેમજ આ અકસ્માતમાં વૃક્ષને પાણી પીવડાવી રહેલા એક વ્યક્તિને માથાના ભાગે ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે બનાવની જાણ થતા જ ટંકારા પોલીસ ઘટનસ્થળે પહોચી હતી. અને આગળ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!