Saturday, December 28, 2024
HomeGujaratવાંકાનેર બાઉન્ડ્રી નજીકથી વાહનમાં પાવડર, સ્પેરપાર્ટની આડમાં સંતાડેલા એક લાખની કિંમતનો દારૂ...

વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી વાહનમાં પાવડર, સ્પેરપાર્ટની આડમાં સંતાડેલા એક લાખની કિંમતનો દારૂ ઝડપાયો

મોરબી એલસીબી પોલીસે વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી ટાટા 1109 વાહનમાં પાવડર , સ્પેરપાર્ટની આડમાં સંતાડેલ અંગ્રેજી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડીની રૂપિયા. ૧૩.૪૨ લાખના મુદામાલ સાથે એક આરોપીને દબોચી લીધો હતો.

- Advertisement -
- Advertisement -

મોરબી એલસીબી પોલીસે બાતમી આધારે અમદાવાદ – રાજકોટ હાઇવે પર આવેલ , વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી ટાટા 1109 વાહન નં .GJ -03 -AZ- 3289 શંકસ્પદ હાલતમાં પસાર થતા અટકાવી તલાશી લીધી હતી. જે દરમિયાન ચેક કરતા વાહનમાં પાવડરની થેલીઓ તથા સ્પેરપાર્ટની આડમાં અંગ્રેજી દારૂનો જથ્થો છુપાવ્યો હોવાનું માલુમ પડ્યું હતું આથી પોલીસે સીગ્નેચર રેર અગેડ વ્હીસ્કીની કંપની શીલપેક બોટલ નંગ -૪૦ કી.રૂ. ૩૨,૮૦૦, બ્લેન્ડર પ્રાઇડ સીલેકટ પ્રીમીયમ વ્હીસ્કીની કંપની શીલપેક બોટલ નંગ -૪૦ કી.રૂ. ૩૪,૦૦૦, ઓલ સીઝન ગોલ્ડન કલેકશન રીઝર્વ વ્હીસ્કીની કંપની શીલપેક બોટલ નંગ -૫૦ કી.રૂ. ૩૬,૦૦૦, ટાટા 1109 વાહન નં . GJ – 03 – AZ – 3289 કિ.રૂ .૧૦,૦૦૦,૦૦ સહિત કુલ રૂ . ૧૩,૯૨,૮૪૦નો મુદ્દામાલ ઝડપી લઈ આરોપી રાજુલાલજી નાનાલાલજી ખીમાજી મીણા (ઉ.વ. ૨૯ રહે . પાટીયા પડુણા જી . ઉદયપુર રાજસ્થાન) વિરુદ્ધ વાંકાનેર પોલિસ મથકમાં ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ કામગીરી દરમિયાન પીઆઇ વી.બી.જાડેજા, હેડ કોન્સ્ટેબલ દિલીપભાઇ ચૌધરી , પુથ્વીરાજસિંહ જાડેજા , શકિતસિંહ ઝાલા , વિક્રમસિંહ બોરાણા , સહદેવસિંહ જાડેજા , દશરથસિંહ ચાવડા, કોન્સ્ટેબલ. વિક્રમભાઇ કુંગસીયા , રણવીરસિંહ જાડેજા સહિતનો સ્ટાફ ફરજ પર હાજર રહ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!