મોરબી સીરામીક એસોસિયેશન દ્વારા હવેથી દર વર્ષે એક મહિના માટે વેકેશન રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં ચાલુ વર્ષમાં આગામી તા.૧૦/૦૮/૨૦૨૨ થી ૧૦/૦૯/૨૦૨૨ સુધી એક મહિના માટે સીરામીક ઉદ્યોગમાં વેકેશન રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ બાબતે સીરામીક એસોસિએશન ના હોદેદારો દ્વારા જણાવ્યું હતું કે સીરામીક ઉદ્યોગમાં એક મહિના ના વેકેશન રાખવાના નિર્ણય થી અનેક પ્રકારના લાભ થઈ શકે છે જેમાં મુખ્યત્વે ગુજરાત ગેસને પાઇપ લાઇન સહિતની મશીનરીનું મેન્ટેનન્સ કરવા નો સમય મળી રહેશે તથા સીરામીક ઉદ્યોગમાં કામ કરતા શ્રમિકો પણ તહેવારોના સમયમાં પોતાના વતન માં જઈ શકશે તેમજ સીરામીક ઉદ્યોગ માં સ્ટોક થયેલ માલ નો પણ નિકાલ થઈ શકશે જેથી આગામી તા.૧૦/૦૮/૨૦૨૨ થી ૧૦/૦૯/૨૦૨૨ સુધી મોરબીના સીરામીક યુનિટ સંપૂર્ણ શટ ડાઉન લેશે એવો નિર્ણય કરવામાં આવ્યો છે.