મોરબીમાં બાકી નીકળતો પગાર લેવા ગયેલા અનુસૂચિત જાતિના યુવકને ઢોરમાર મારીને મોંઢામાં પગરખું લેવડાવવાના પ્રકરણમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ પ્રકરણમાં એક આરોપી જામીન પર બહાર છે જ્યારે રાણીબા સહિત છ આરોપી હાલ જેલમાં છે.
મોરબીના અનુસૂચિત જાતિ સમાજના નિલેશભાઈ દલસાણીયા નામના યુવાનને પગારના બદલે ચામડાના પટ્ટાથી ઢોર માર મારી મોઢામાં પગરખું લેવડાવવાની કુચેષ્ઠા કરવાના કેસમા વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મોરબીના રાણીબાના ચકચારી પ્રકરણ મામલે આરોપી જેનીથ ઉર્ફે જેનીયો નરેન્દ્રભાઈ ભિમાણીની ધરપકડ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પ્રકરણમાં એક આરોપી ડી.ડી.રબારી હાલ જામીન પર બહાર છે જ્યારે વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા,રાજ પટેલ,ઓમ પટેલ,ક્રિશ વડ્સોલા,પ્રીત મેરજા,પરીક્ષિત ભગલાણી નામના છ આરોપી હાલ મોરબી સબ જેલમાં બંધ છે. ત્યારે વધુ એક આરોપી ની ધરપકડ થતાં ધરપકડનો કુલ આંક આઠ પર પહોંચ્યો છે.