Wednesday, December 25, 2024
HomeGujaratમોરબી એસઓજીએ ઝડપેલા સાડા ત્રણ કિલો ગાંજા પ્રકરણનો વધુ એક આરોપી જામનગરથી...

મોરબી એસઓજીએ ઝડપેલા સાડા ત્રણ કિલો ગાંજા પ્રકરણનો વધુ એક આરોપી જામનગરથી ઝડપાયો

પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીના સૂચન મુજબ એસ.ઓ.જી મોરબીએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમા એન.ડી.પી.એસનો ગુન્હો શોધી કાઢેલ હોય જે ગુન્હાની તપાસ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમા આપેલ હોય જે ગુન્હાના મુળ સુધીની તપાસ કરવા સુચના આપેલ હતી. જેને લઇ NDPS ના કેસમા વધુ એક આરોપીને જામનગરથી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની ટીમે પકડી પાડ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહીતી અનુસાર, પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની NDPS ગુન્હાના મુળ સુધીની તપાસ કરવા સુચના કરેલ હોય જેથી નાયબ પોલીસ અધિક્ષક પી.એ ઝાલાના માર્ગદર્શન હેઠળ PI કે.એમ. છાસીયા તથા PSI એન.એમ ગઢવી તથા પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો પ્રત્યનશીલ હોય અને અગાઉ ઝડપાયેલ મહીલા આરોપીની સધન પુછ્પરછ કરી ૩.૫ કીલો ગાંજો જામનગરનાં બોદુભાઈને વેચાણ આપવાનો હોવાનું જણાવેલ હોય જેથી જામનગર જઈ બોદુભાઈ બાબભાઈ ખફી નામના આરોપીને દબોચી લઈ પોલીસ સ્ટેશન લાવી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!