મોરબી તાલુકામાંથી વધુ એક બુલેટ બાઈકની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે જેમાં લાલપર ગામે આવેલ એપાર્ટમેન્ટના પાર્કીગમાં પાર્ક કરેલ નવાનકોર બુલેટને ચોર હંકારી ગયો હતો.
પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર લાલપર ગામે આવેલ અંજતા એપાર્ટમેન્ટના પાર્કિંગમાં અશોક કુમાર
રામસિહ ચોધરી (ઉ.વ.૩૦ ધંધો.-સીરામીકમાં સુપરવાઇઝર રહે.અંજતા એપાર્ટમેન્ટ)ના રોયલ ઇનફીલ્ડ મોડલનુ બુલેટ ૩૫૦ EFI બ્લેક કલરનુ જેનાં રજી નં-RJ-10-SQ 4173, ૨૦૨૧ ના મોડલનુ કિ.રૂ.૭૦,૦૦૦ની કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ ગયો હતો. આ અંગે અશોક કુમારે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આરંભી છે.