Friday, November 29, 2024
HomeGujaratહળવદમાં “ટાટા” નમકના નામે નકલી મીઠું પધરાવતી વધુ એક કંપનીનો પર્દાફાશ

હળવદમાં “ટાટા” નમકના નામે નકલી મીઠું પધરાવતી વધુ એક કંપનીનો પર્દાફાશ

હળવદનાં સાગર કેમ ફૂડ ઇન્ડસ્ટ્રીઝ કારખાનામાં ટાટાના પેકિંગ અને ટ્રેડમાર્કનો ઉપયોગ કરીને તેમાં નકલી મીઠું ભરીને તેનું વેચાણ થતું હોવાની ઘટના સામે આવી છે. જેને લઈ હળવદ પોલીસ સ્ટેશનમાં ઈન્વેસ્ટીગેશન એન્ડ સીક્યુરીટી પ્રા.લિ.ના એક્ઝિક્યુટિવ દ્વારા આરોપી વિરુધ્ધ ગુન્હો દાખલ કરાવવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, હળવદ ખાતે આવેલી સાગર કેમ ફૂડ ઇન્ડસ્ટ્રીઝના માલિક આત્મારામ ક્રીશ્નારામ ચૌધરી દ્વારા કેમ ફૂડ ઇન્ડસ્ટ્રીઝ પ્લોટ નં.૬૧ થી ૬૩ તથા ૭૪ થી ૭૭ જી.આઈ.ડી.સી. ખાતે ટાટા કંપનીનુ ઓથોરાઈઝ ડીલરશીપ પ્રમાણપત્ર તથા કોપીરાઇટ સર્ટીફીકેટ ન હોવા છતા આત્મારામ ચૌધરીએ પોતાની સાગર કેમ ફૂડ ઇન્ડસ્ટ્રીઝ કારખાનામાં ડુપ્લીકેટ માર્ક વાળા પેકિંગમા ડુપ્લીકેટ સોલ્ટનું ઉત્પાદન તથા વેચાણ કરવામાં આવતું હોય જેની જાણ થતા જ દિલ્હી સ્થિત અનુસંધાન ઈન્વેસ્ટીગેશન એન્ડ સીક્યુરીટી પ્રા.લિ.ના IPR એક્ઝિક્યુટિવ રોહીતકુમાર ઉર્વેશકુમાર કર્ણાવત દ્વારા હળવદ પોલીસ સાથે ગત તા.૧૨/૧૨/૨૦૨૩ ના રોજ સાગર કેમ ફૂડ ઇન્ડસ્ટ્રીઝ કારખાનામાં રેઇડ કરવામાં આવી હતી. અને સ્થળ પરથી ટાટા સોલ્ટ કંપનીના પ્લાસ્ટીકના પ્રીન્ટેડ વીથ MAHAVEER TULSI Shakti SALT લખેલ ટાટા કંપનીના લોગો તથા કલર તથા ડીઝાઇન સાથે હળતા મળતા સામ્યતા ધરાવતા 30 રોલ જેની કિંમત રૂ.11,400 તથા આશરે રૂ.7,200/-નાં ખાલી વેસ્ટેજ પાઉચ સહિત કુલ રૂ.11,400/- નો મુદામાલ મળી આવતા ઈસમ વિરૂદ્ધ હળવદ પોલીસ મથક ખાતે ગુન્હો દાખલ કરી આરોપીને પકડવા કામગીરી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!