મોરબીના ઉંચી માંડલ ગામે આવેલ ઘરથાળ પ્લોટ નંબર-૨૫ની જગ્યા સરકાર દ્વારા આવાસ બાંધકામ માટે ફાળવવામાં આવી હતી. પરંતુ બે ઈસમો તે જગ્યા પર પહેલીથી કબજો જામી લેતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.
મળતી માહિતી અનુસાર, ઉંચી માંડલ ગામ તળમાં આવાસ બાંધકામ માટે સરકારે જગ્યા ફાળવી હતી. જ્યાં છુટક મજુરી કરતા ઉંચી માંડલ નામના રહેવાસી ભાવેશભાઇ કાળુભાઇ ચાવડા પહોંચતા તેઓને જાણ થઇ હતી કે, આવાસ બાંધકામ માટે મળેલ ઘરથાળ પ્લોટ નંબર-૨૫ ક્ષેત્રફળ ૧૦૦ ચો.વાર પ્લોટ, ઉકાભાઇ રામજીભાઇ બોડાણા તથા મનસુખભાઇ રામજીભાઇ બોડાણા (રહે.બન્ને ઉંચી માંડલ તા.જી.મોરબી) નામના ઈસમોએ જમીન પચાવી પાડવાના આશયથી અનઅધિકૃત રીતે ગેરકાયદેસર કબ્જો કરી લીધો છે. જેને લઈ ભાવેશભાઇ ચાવડાએ સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમા ફરિયાદ દાખલ કરાવી છે.