મોરબીના માળિયા ફાટક નજીક ગત તા.૨૫ નાં અકસ્માત સર્જાયો હતો જેમાં અજાણ્યા વાહનચાલકે હડફેટે લેતા બે કૌટુંબિક ભાઈઓના મોત થયા હતા તો અન્ય બે કૌટુંબિક ભાઈઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જેમાં સારવાર દરમિયાન વધુ એક ભાઈનું મોત થતા કુલ મૃત્યુ આંક ૦૩ થયો છે
મોરબીના માળીયા ફાટક ઓવરબ્રિજ પર થયેલા અકસ્માતમાં બે કૌટુંબિક ભાઈઓનાં મોતની ઘટનામાં અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુન્હો નોંધાયો છે. જામનગરના હાપા રેલ્વે સ્ટેશન પાસે રહેતા પરેશભાઈ મગનભાઈ બજાણીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે માળિયા ફાટક નજીકથી તેના દીકરા ઋત્વિક બજાણીયા (ઉ.વ.૨૦), ભત્રીજા હાર્દિક ધીરેન્દ્રભાઈ બજાણીયા (ઉ.વ.૧૯) મોટરસાયકલ લઈને જતા હોય ત્યારે અજાણ્યા વાહને હડફેટે લેતા બાઈક સવાર ઋત્વિક અને હાર્દિક એ બંને કૌટુંબિક ભાઈઓના મોત થયા હતા જયારે અન્ય બાઈકમાં જતા કૌટુંબિક ભત્રીજો ભૌતિક નરેશભાઈ બજાણીયા અને ભાણેજ જીત કિરીટભાઈ રજોડીયાને પણ ગંભીર ઈજા કરી વાહનચાલક નાસી ગયાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી જે અકસ્માતમાં બે યુવાનના ઘટનાસ્થળે જ મોત થયા હતા તો ભૌતિક બજાણીયા અને જીત રજોડીયા એ બંને યુવાનોને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ જ્યાં સારવાર દરમિયાન ભૌતિક બજાણીયા નામના યુવાનનું મોત થતા અકસ્માતમાં કુલ મૃત્યુ આંક ૦૩ થયો છે જયારે હજુ એક યુવાન સારવાર હેઠળ હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. હાલમાં મેરબી સીટી બી ડિવિઝન પોલીસ બનાવની વધુ તપાસ ચલાવી રહી છે.