મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં આવેલ ચિત્રકૂટ સોસાયટી જીઆઇડીસી પાસે ઘર પાસે ઉભેલા મહિલાના ગળામાંથી બે બાઈક સવાર ઇસમો ચેન ખેંચી ગયા ત્યારે તેમના વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ છે.
ત્યારે આ અંગે મળતી વધુ માહિતી મુજબ મોરબીના ચિત્રકૂટ સોસાયટી શેરી નંબર ૪ જીઆઇડીસી પાસે મકાન નંબર 11 માં રહેતા જોશનાબેન અંબારામભાઈ રંગપરિયા ઉ.વ. ૫૭ વાળા સાહેબ દુધીબેન પીતાંબરભાઈ ભૂત તથા દયાબેન કિશોરભાઈ કાસુન્દ્રા સાથે પોતાના ઘર પાસે ઉભા હોય ત્યારે બાઈક પર બે અજાણ્યા ઇસમો ડબલ સવારી પર આવી ફરિયાદીના ગળામાંથી 20 ગ્રામ વજનના સોનાના ચેન કિંમત રૂપિયા 60,000/- તથા ચેનમાં રહેલ સોનાનું શ્રીનાથજી નું પેન્ડલ પાંચ ગ્રામ વાળુ જેની કિંમત રૂપિયા 15000 /- એમ કુલ કિંમત 75,000/- વાળા સોનાનો ચેન ખેંચી ગયા હોય ત્યારે બાઈક સવાર બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.