મોરબી સહિત રાજ્યમાં હાલ હાર્ટ એટેકથી મૃત્યુના કેસોમાં ચિંતાજનક વધારો થયો છે ત્યારે મોરબીમાં વધુ એક ૪૬ વર્ષીય શિક્ષકનું હાર્ટ એટેક આવતા મૃત્યુ નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.
મોરબી શહેરના શનાળા રોડ સ્થિત હાઉસિંગ બોર્ડ બ્લોક નં.એમ-૮૯૩ માં રહેતા સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ચિંતનકુમાર અનિલકુમાર પંડ્યા ઉવ.૪૬ ગઈકાલે તા.૨૦/૧૦ના રોજ પોતાના ઘરે હોય ત્યારે તેઓ બપોરના સમયે થોડી તબિયત નાદુરસ્તને કારણે સુતા હોય ત્યારે તેમના માતા દ્વારા તેમને જગાડતા જાગેલ ન હોય તેમજ કાંઈ બોલતા ન હોય જેથી ચિંતનકુમારને બેશુદ્ધ હાલતમાં સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે જોઈ તપાસી ચિંતનકુમારને મૃત જાહેર કર્યા હતા. મૃતકના મોટાભાઈ મનનકુમાર પંડ્યા પાસેથી મળેલ પ્રાથમિક વિગતો અનુસાર બે ભાઈઓમાં મૃતક ચિંતનકુમાર નાના હોય જ્યારે એક બહેન છે તે વાંકાનેર સાસરે છે. હાલ સીટી એ ડિવિઝન પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.


                                    






