મોરબી શહેરમાં આવેલ કાલીકાપ્લોટ શેરીનં.૨ નજીકથી ગેરકાયદે પીસ્ટલ તથા કાર્ટીઝ સાથે એક શખ્સને પોલીસે ઝડપી લીધો હતો.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે મોરબીના કાલીકાપ્લોટ શેરીનં.૨મા આવેલ જે.કંપની પાછળના રોડ પરથી રેનીશ ઉર્ફે ભાણો ફીરોજખાન અંદાણી (ઉ.વ.૨૩) રહે.મોરબી કાલીકાપ્લોટ શેરીનં.૨ વાળાને લાયસન્સ વગર પીસ્ટલ કિ.રૂ.૧૦૦૦૦તથા જીવતા એક કાર્ટીઝ કિ.રૂ.૧૦૦ સહિત કી.રૂ.૧૦૧૦૦ના મુદામાલ સાથે પકડી પાડી કાર્યવાહી હાથ ધરી છે.









