હથિયાર આપનાર પાસેથી વધુ એક હથિયાર કબ્જે કર્યું
મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ મદીના સોસાયટીમાંથી બે દિવસ અગાઉ ગેરકાયદેસર દેશી હાથ બનાવટના તમંચા સાથે આરોપી વસીમ અનવરભાઈ માલાણીને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો. જે પકડાયેલ આરોપીની પૂછતાછમાં તમંચો આપનાર આરોપીનું નામ ખુલવા પામ્યું હતું. ત્યારે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે હથિયાર આપનારની ધરપકડ કરી હતી. ત્યારે હથિયાર આપનાર આરોપીની પ્રાથમિક પૂછતાછમાં તેની પાસેથી વધુ એક હથિયાર મળી આવ્યું હતું જેથી પોલીસે વધુ એક આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.
મળતી માહિતી અનુસાર ગત તા.૨૮/૦૫ના રોજ ક્રાઇમ બ્રાંચ ટીમ દ્વારા વીસીપરા વિસ્તારમાં આવેલ મદીના સોસાયટીમાંથી આરોપી વસીમભાઈ અનવરભાઇ માલાણીને હથીયાર સાથે પકડી મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમા આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાવી વધુ તપાસ શરૂ કરી હતી. ત્યારે આગળની વધુ તપાસ મોરબી સીટી બી ડીવીજન પોલીસ ચલાવતી હોય ત્યારે આરોપી વસીમની પુછપરછ કરતા પોતાને હથીયાર કિશનભાઇ ટીડાભાઇ મુંધવા રહે.મોરબી વાળાએ આપેલ હોવાની હકીકત જણાવતા તુરંત આરોપી હરીકિશન ઉર્ફે રમેશ ટીડાભાઇ મુંધવા/ભરવાડ ઉવ.૨૧ રહે.મોરબી-ર લક્ષ્મી સોસાયટી વિશાલ ફર્નીચર પાછળ તા.જી.મોરબી વાળાને ગઈકાલ તા-૩૦/૦૫ના રોજ અટક કરી આરોપીની યુક્તિ પ્રયુક્તિથી સઘન પુછપરછ કરતા આરોપીએ અન્ય એક હથીયાર પોતાની પાસે હોવાની કબુલાત આપતા ગણતરીની કલાકોમા આરોપી હરીકિશન ટીડાભાઇ મુંધવાની પાસેથી બીજુ પણ હથીયાર કબ્જે કરી અલગથી આર્મસ એકટ તથા જી.પી.એકટ કલમ હેઠળ ગુન્હો રજી. કરાવી બીજા ગુનામાં પણ અટક કરવામા આવેલ છે અને બન્ને ગુનામાં આગળની તપાસની તજવીજ ચાલુ છે.