Sunday, September 8, 2024
HomeGujaratવધુ એક યુવક છેતરાયો:મોરબીના યુવકને લોભામણી જાહેરાતો બતાવી બે ભેજાબાજોએ ૨૯ લાખ...

વધુ એક યુવક છેતરાયો:મોરબીના યુવકને લોભામણી જાહેરાતો બતાવી બે ભેજાબાજોએ ૨૯ લાખ ખંખેરી લીધા

આજના ડિજિટલયુગમાં એક ક્લિક પર હજારો કિ.મી દૂર બેઠા બેઠા તમામ કામ સરળતાથી થઈ જાય છે, પરંતુ એની સાથે જ ઓનલાઈન ફ્રોડ થવાની ઘટનાઓ પણ સતત વધવા લાગી છે. તેવું જ કંઈક થયું મોરબીના એક વેપારી સાથે કે જેણે ઇ મેઇલ પર આવેલ લોભામણી જાહેરાતોમાં ફસાઈ ગઠિયાઓને કટકે કટકે રૂ.૨૯ લાખથી વધુ રકમ આપી અને બાદમાં તે રકમ પરત માંગતા ગઠિયાઓ ફરાર થયા હતા.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીના બોની પાર્ક/સાનીધ્ય પાર્ક ગણપત એપાર્ટમેન્ટ – ૨૦૧ રવાપર રોડ સ્વાગત ચોકડી પાસે રહેતા સાગરભાઇ પ્રાણજીવનભાઇ ભાડજા નામના વેપારી કે જે કેમીકલ્સ તથા રો મટેરીયલ્સ અને ટાઇલ્સનો ટ્રેડીંગ કરી વેપાર કરતા હોઇ જેને શ્રીમતિ અગ્રવાલ(શર્મા એન્ટરપ્રાઇઝ, ચંદીગઢ, પંજા) તથા બિશ્વજીત રોય (એકાઉન્ટ નં.૭૬૭૫૦૨૦૧૦૦૦૪૪૭૯, યુનિયન બેંક, વિધાનભવન વાળા ખાતાધારક)ની ઓળખાણ વાળા આરોપીઓએ ઇ મેઇલ એડ્રેસ પર મેઇલ મોકલાવી લોભામણી લાલચ આપી પેસીફીસાઇન નેચરલ નટ્સ એક કંપનીથી ખરીદ કરવા અને વિદેશી કંપનીમાં વેંચાણ કરી વધારે કમાણી કરવાની લાલચ આપી ફરીયાદી પાસેથી અલગ અલગ તારીખોએ જુદી જુદી બેંકના ખાતામાં કુલ રૂ.૨૯,૫૮,૬૨૫/- જમા કરાવી ફરીયાદીએ જમા કરાવેલ રૂપિયા પરત નહીં આપી છેતરપિંડી કરતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!