મોરબી શહેરના કાલિકા પ્લોટ શેરી નં.૨ માંથી જાહેરમાં વર્લીફિચર્સના આંકડાઓનો જુગાર રમતા એક ઇસમને સીટી એ ડિવિઝન પોલીસે પકડી લીધેલ છે, જેમાં આરોપી બશીરભાઈ સલીમભાઈ ચાનીયા ઉવ.૩૨ રહે.કાલિકા પ્લોટ શેરી નં.૨ જાહેરમાં વર્લી ફિચર્સના આંકડાઓ અલગ અલગ ચીઠ્ઠીમાં લખી પૈસાની હારજીતનો નદીબ આધારિત જુગાર રમતા રંગેહાથ ઝડપાઇ ગયો હતો, એ ડિવિઝન પોલીસે પકડાયેલ આરોપી પાસેથી વર્લી ફિચર્સના આંકડાનો જુગાર રમવાના સાહિત્ય તથા રોકડા રૂ.૨,૦૫૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો, આ ઉપરાંત વર્લી ફિચર્સના આકડાનું કપાત કરનાર આરોપી બશીરભાઈ હુશેનભાઈ ચાનીયા રહે. કાલિકા પ્લોટ શેરી નં.૨ વાળાનું નામ ખુલવા પામ્યું હતું. હાલ પોલીસે બંને આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી હજાર નહીં મળી આવેલ આરોપીને પજળી લેવા શોધખોળ શરૂ કરી છે.