મોરબી શહેરના સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનની ટીમે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરી વિદેશી દારૂ સાથે એક વ્યક્તિને ઝડપ્યો છે, જ્યારે એક આરોપીનું નામ ખૂલતા તેની શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, મોરબી પંચાસર રોડ ઉમીયા માર્કેટ નજીક લાતી બીટ વિસ્તારમાં બાતમીના આધારે પોલીસે દ્વારા તપાસ હાથ ધરાઈ હતી.આ દરમિયાન હિમતભાઇ બાબુભાઇ ચીખલીયા (ઉંમર ૪૧, રહે. મહેન્દ્રનગર, મોરબી, મૂળ બેલા – આમરણ)ને અટકાવી તેની પાસે ભારતીય બનાવટની “ગ્રીન લેબલ એક્સપોર્ટ સ્પેશ્યલ વિસ્કી”ની અર્ધ ભરેલી આશરે ૨૦૦ એમએલની બોટલ (કિંમત રૂ. ૨૦૦) મળી આવી હતી.પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આ દારૂનો જથ્થો આરોપી તુલશી હસમુખભાઇ શંખેસરીયા (રહે. રાજનગર, મોરબી) પાસેથી મેળવ્યો હતો.તુલશી શંખેસરીયાને ફરાર દર્શાવી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.