મોરબી ક્રાઇમ બ્રાંચ પોલીસ ટીમે મોરબી જેતપર રોડ ઉપર આવેલ પાવડીયારી કેનાલ બાજુમાંથી એક ઇસમને વિદેશી દારૂની બે અલગ અલગ બ્રાન્ડની ત્રણ બોટલ સાથે પકડી લેવામાં આવ્યો હતો, જ્યારે પકડાયેલ આરોપીને વિદેશી દારૂનો માલ આપનારનું નામ ખુલતા તેને પકડી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ત્યારે બંને આરોપીઓ સામે તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાવી આગળની તપાસ ચલાવી છે.
મળતી માહિતી અનુસાર મોરબી એલસીબી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબી જેતપર રોડ પાવડીયારી કેનાલ બાજુમાંથી આરોપી અસાકભાઇ હાસમભાઇ બાયદાણી ઉવ.૨૦ રહે.વીસીપરા હરીજન વાસમાં જીન પાસે તા.જી.મોરબી મુળ રહે.માળીયા શહેનસાવલીની દરગાહ પાસે ટીંબામાં તા.માળીયા(મિં) વાળાને વિદેશી દારૂની મેકડોવેલ્સ વ્હિસ્કી અને રમ ની એમ કુલ ત્રણ બોટલ કિ.રૂ.૧,૬૫૫/- સાથે પકડી લેવામાં આવ્યો હતો. જ્યારે આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ભાગીદાર એવા આરોપી કિશોરભાઇ બચુભાઇ કોળી રહે.જેતપર ગામ તા.જી.મોરબી હાલરહે.હળવદવાળાનું નામ ખુલતા તે આરોપીને ફરાર દર્શાવી બંને આરોપીઓ સામે પ્રોહી. હેઠળ ગુનો નોંધી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે