Monday, March 31, 2025
HomeGujaratહળવદના જુના અમરાપર ગામે બે બાઇક વચ્ચેના અકસ્માતમાં એકનું મોત.

હળવદના જુના અમરાપર ગામે બે બાઇક વચ્ચેના અકસ્માતમાં એકનું મોત.

હળવદના જુના અમરાપર ગામ નજીક પેટ્રોલ ભરાવી ડબલ સવારી બાઇકના ચાલકે આગળ પાછળ જોયા વિના રોડ ઉપર પોતાનું બાઇક ચલાવી લેતા, ત્યારે હળવદના મીયાણી ગામનો યુવક પોતાનું બાઇક લઈને ત્યાંથી પસાર થતો હોય જે અચાનક રોડ ઉપર આવેલ બાઇક સાથે અથડાતા અકસ્માતનો બનાવ બનેલ હોય, અકસ્માતની દુર્ઘટનામાં યુવકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોચતા સારવાર મળે તે પહેલાં યુવકનું મૃત્યુ નીપજ્યું હતું, મૃતકના ભાઈ દ્વારા ડબલ સવારી બાઇક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી વિગતો મુજબ, હળવદના મીયાણી ગામે રહેતા લલિતભાઈ ઉર્ફે લાલજી ઘનશ્યામભાઈ સીંહોરા ઉવ.૨૮ એ હળવદ પોલીસ મથકમાં બાઇક રજી.નં.જીજે-૧૩-કેકે-૫૨૨૩ ના ચાલક આરોપી વિરજીભાઈ દલવાડી રહે.જુના અમરાપર તા.હળવદ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગઈ તા.૨૫/૦૩ના રોજ ઉપરોક્ત બાઇક ચાલક આરોપી વિરજીભાઈ દલવાડી ડબલ સવારીમાં જૂના અમરાપર ગામે પેટ્રોલપંપેથી પેટ્રોલ પુરાવી બેફીકરાઇથી ચલાવી રોડ ઉપર આવતા-જતા વાહનો જોયા વગર રોડ ઉપર ચલાવી નિકળી રોડ ઉપર એકદમ આડા પડતા, ત્યારે લલિતભાઈના નાનાભાઈ ગોપાલભાઈ પોતાનું મોટર સાયકલ રજી. નં.જીજે-૩૬-એડી-૧૫૮૨ વાળા ત્યાંથી પસાર થઈ રહ્યા હોય ત્યારે એકફમ રોડ વચ્ચે આવેલ બાઇક સાથે ગોપાલભાઈનું મોટરસાયકલ અથડાયું હતું, ત્યારે આ અકસ્માતમાં ગોપાલભાઈને માથાના ભાગે ગંભીર ઇજા થતા બેભાન હાલતમાં ગોપાલભાઈને સારવાર માટે હોસ્પિટલ લઈ જતા જ્યાં હાજર ડૉક્ટરે તેમને મરણ જાહેર કર્યા હતા, હાલ હળવદ પોલીસે આરોપી બાઇક ચાલક વિરજીભાઈ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!