Thursday, December 26, 2024
HomeGujaratમોરબીના ધૂળકોટ ગામ નજીક રોડ ઉપર બે બાઇક વચ્ચે અકસ્માતમાં એકનું મોત

મોરબીના ધૂળકોટ ગામ નજીક રોડ ઉપર બે બાઇક વચ્ચે અકસ્માતમાં એકનું મોત

મોરબી તાલુકાના ધૂળકોટ આમરણ ગામ વચ્ચે રોડ ઉપર બે બાઇકો આમને-સામને ટકરાતા અકસ્માતનો બનાવ સામે આવ્યો છે, જે અકસ્માતમાં એક બાઇક ચાલક યુવકનું કપાળના ભાગે ગંભીર ઇજાઓના કારણે મૃતઝ નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના ધૂળકોટ ગામે રહેતા વિમલભાઈ પ્રવીણભાઈ ચૌહાણ ઉવ.૨૭ એ ગઈકાલ મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી હોન્ડા કંપનીના સાઈન મોટર સાયકલ રજી.નં. જીજે-૨૦-બીએ-૪૫૪૭ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગઈ તા.૧૪/૧૧ના રાત્રીના અરસામાં વિમલભાઈના નાનાભાઈ જયકીશનભાઈ ઉવ.૨૪ પોતાનું મોટરસાયકલ રજી.નં. જીજે-૦૩-સીક્યુ-૫૩૬૦ લઈને જતા હોય ત્યારે ધુળકોટ-આમરણ ગામની વચ્ચે સ્વામીનારાયણ ફાર્મ સામે રોડ ઉપર હોન્ડા સાઈન મોટર સાયકલના ચાલકે પોતાનું મોટરસાયકલ ફુલસ્પીડમાં અને બેદરકારીથી ચલાવી આવી સામેથી આવતા જયકીશનભાઈના મોટરસાયકલ સાથે અથડાવી અકસ્માત સર્જ્યો હતો જે અકસ્માતના બનાવમાં જયકીશનભાઈને માથામાં કપાળના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું ત્યારે વિમાલભસીની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે હોન્ડા સાઈન કંપનીના મોટર સાયકલ ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!