Sunday, March 9, 2025
HomeGujaratમોરબીના સોખડા ગામના પાટીયા નજીક ઉભેલ ટ્રકના પાછળ ટ્રક-ટેન્કર અથડાતા એકનું મોત.

મોરબીના સોખડા ગામના પાટીયા નજીક ઉભેલ ટ્રકના પાછળ ટ્રક-ટેન્કર અથડાતા એકનું મોત.

હિટ એન્ડ રનના બનાવમાં અજાણ્યા ટેન્કર-ચાલક આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના સોખડા ગામના પાટીયા નજીક હિટ એન્ડ રનના બનાવમાં રોડ સાઈડ ઉભેલ ટ્રકની પાછળનું વાછટીયું બાંધતી વેળા અન્ય એક ટ્રક-ટેન્કર ઉભેલ ટ્રકની પાછળના ભાગે અથડાતા વાછટીયું બંધાતા ડ્રાઇવર કમ ક્લીનરનું સ્થળ ઉપર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, ત્યારે અકસ્માત સર્જી ટ્રક-ટેન્કર ચાલક પોતાનું વાહન લઈને ભાગી છૂટ્યો હતો, ત્યારે સમગ્ર બનાવ અંગે સાઈડમાં ઉભેલ ટ્રકના ચાલકની ફરિયાદને આધારે તાલુકા પોલીસે અજાણ્યા ટેન્કર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તેને પકડી લેવા આગળની તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, દેવભૂમિ દ્વારકા જીલ્લાના સુરજકરાડી ગામ મીઠાપુરના રહેવાસી ધનાભાઈ દેરાજભાઈ ચાનપા ઉવ.૪૫ એ તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા ટ્રક-ટેન્કર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ફરિયાદી ધનાભાઈ અને મૃતક નૂરમામદભાઈ હુશેનભાઈ રૂંજા ઉવ.૫૦ રહે.ગાંધીનગર ઓખામંડળ જી.દેવભૂમિ દ્વારકાવાળા એમ બન્ને ટ્રક રજી.નં. જીજે-૧૦-ટીવી-૭૮૧૪ માં અલગ અલગ જગ્યાએ ફેરા કરતા હોય ત્યારે ગઈ તા.૨૪/૦૨ ના રોજ મોરબી સિમેન્ટ ખાલી કરીને માળીયા(મી) ગામે મીઠું ભરવા જતા હોય ત્યારે સોખડા ગામના પાટીયા નજીક ટ્રકમાં પાછળ વાછટીયું બાંધવા ટ્રક ઉભી રાખી હતી, ત્યારે નૂરમામદભાઈ ટ્રક પાછળ વાછટીયું બાંધવા ગયા ત્યારે પાછળથી આવતા ટ્રક-ટેન્કરના ચાલકે પુરઝડપે પોતાનું વાહન અથડાવતા નૂરમામદભાઈને માથામાં અને શરીરે ગંભીર ઇજાઓ પહોચતા તેનું સ્થળ ઉપર કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, અકસ્માત સર્જી ટેન્કર ચાલક પોતાનું વાહન લઈને નાસી ગયો હતો, ત્યારે સમગ્ર અકસ્માતમાં મૃત્યુ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માત કરી નાસી ગયેલ અજાણ્યા ટેન્કર ચાલક આરોપીને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!