Friday, June 27, 2025
HomeGujaratમોરબીના પંચાસર રોડ ઉપર બાઇક આડે આખલો ઉતરતા એકનું મોત: ચાલક ઘાયલ

મોરબીના પંચાસર રોડ ઉપર બાઇક આડે આખલો ઉતરતા એકનું મોત: ચાલક ઘાયલ

બાઇકમાં સવાર બે સગા ભાઈને નડ્યો અકસ્માત, જે પૈકી એક ભાઈનું મોત એક ઇજાગ્રસ્ત, બાઇક ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો

- Advertisement -
- Advertisement -

મોરબીના પંચાસર રોડ ઉપર મયુર ડેરી પાસે અકસ્માતની ઘટનામાં બાઇક ઉપર જઈ રહેલા બે સગા ભાઈઓને અકસ્માત નડ્યો હતો, જેમાં પુરઝડપે બાઇક ચલાવીને જઈ રહેલા બાઇકની આડે ખુટીયો ઉતરતા, ચાલકે કાબુ ગુમાવતા, બાઇક ખુટીયા સાથે અથડાયુ હતું, જે અકસ્માતમાં બે ભાઈઓ પૈકી ચાલકને હાથમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે બાઇકની પાછળની સીટમાં બેઠેલા ભાઈને માથામાં ગંભીર ઇજાઓ પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. સમગ્ર અકસ્માતના બનાવ અંગે બાઇક ચાલક વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

મળતી માહિતી અનુસાર, મોરબીના પંચાસર ગામે વિજયસિંહ ઝાલા(કાનભાઈ) ના ખેતરે રહેતા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જીલ્લાના બીનાગામના વતની વિરમભાઈ કેકડીયાભાઈ પસાયા ઉવ.૨૫ અને તેમનો ભાઈ રવીનભાઈ ગઈકાલ તા.૨૬/૦૬ના રોજ વહેલી સવારના ૬.૩૦ વાગ્યાના સુમારે મોરબીથી પંચાસર ગામ પોતાના એક્સ્ટ્રીમ બાઇક કે જેના રજી.નંબર ન હોય તે લઈને જતા હતા, ત્યારે બાઇક ચાલક વિરમભાઈએ પોતાનું બાઇક પુરઝડપે અને બેદરકારીથી ચલાવતા હતા, તે દરમિયાન પંચાસર રોડ ઉપર મયુર ડેરીની સામે રોડ ઉપર એક ગૌવંશ આડે ઉતરતા, વિરમભાઈએ ખુટીયા સાથે બાઇક ભટકાળી દેતા અકસ્માત સર્જ્યો હતો, જે અકસ્માતની ઘટના બાદ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત બન્ને ભાઈઓને સરકારી હોસ્પિટલમાં લાવતા, જ્યાં બાઇકની પાછળ બેઠેલા રવિનભાઈને માથાના ગંભીર ઇજાઓ પહોંચી હોય તેને હાજર ડોક્ટરે જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો, જ્યારે બાઇક ચાલક વિરમભાઈનો હાથ ભાંગી ગયો હતો, ત્યારે અકસ્માતના બનાવ અંગે મૃતકના પિતા કેકડીયાભાઈની ફરિયાદને આધારે પોલીસે બાઇક ચાલક આરોપી વિરમભાઈ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!