મોરબી ક્રાઇમ બ્રાંચ દ્વારા ટંકારા તાલુકાના નસીતપર ગામથી રાજપર જવાના રસ્તે આવેલ વાડીની ઓરડીમાં રેઇડ કરવામાં આવી હતી, ત્યારે ઓરડીમાંથી ૧૯૦ લીટર દેશી દારૂ સાથે એક ઈસમની અટકાયત કરવામાં આવી હતી, પકડાયેલ ઇસમની સઘન પૂછતાછમાં દેશી દારૂના વેચાણ કરવાના ગોરખધંધામાં વાડી-માલીક અન્ય એક ઈસમ સહિત બે ભાગીદારોના નામની કબુલાત આપતા તે બંનેને ફરાર દર્શાવી કુલ ત્રણ આરોપીઓ સામે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી ક્રાઇમ બ્રાંચ પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે ટંકારા તાલુકાના નસીતપર ગામથી રાજપર જવાના રસ્તે અશોકસિંહ ઝાલાની વાડીની ઓરડીમાં રેઇડ કરી હતી, ત્યારે ઓરડીમાંથી ૧૯૦ લીટર દેશી દારૂ સાથે અરવિંદભાઈ ગોવિંદભાઇ મકવાણા ઉવ.૪૦ રહે.મોરબી વીસીપરા કુલીનગર-૧ વાળો પકડાયો હતો. જ્યારે દેશી દારૂ વેચાણ કરવાના ધંધામાં ભાગીદાર સલીમભાઈ જુમાભાઈ જંગરી રહે.મોરબી જુના બસ સ્ટેન્ડ પાસે તથા વાડી-માલીક અશોકસિંહ હનુભા ઝાલા હાલ રહે. રતનપર તા.રાજકોટવાળા બંનેના નામની કબુલાત આપી હતી, ત્યારે મોરબી એલસીબી પોલીસે દેશી દારૂ સાથે પકડાયેલ આરોપી સહિત ત્રણેય વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધાવી હાજર નહિ મળી આવેલ બન્ને આરોપીની શોધખોળ શરૂ કરી છે.