મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગના હોય તે દરમિયાન શહેરના આલાપ રોડ ઉપર નાલા પાસે પ્રવાહી ભરેલ પ્લાસ્ટિકની બોટલ સાથે શંકાસ્પદ હાલતમાં એક શખ્સ ઉભેલ જોવા મળતા તુરંત તે શખ્સને રોકી તેની પાસે રહેલ પ્લાસ્ટિકની બોટલમાં રહેલ પ્રવાહી ચેક કરતા, જેમાં વિદેશી દારૂ હોવાનું સામે આવતા આરોપી રાજુભાઇ મોરભાઈ સોનગ્રા ઉવ.૨૪ રહે. આલાપ રોડ તિરૂપતિ સોસાયટી મોરબી વાળાની ૫૦૦મીલી. વિદેશી દારૂ કિ.રૂ. ૨૫૦/- સાથે અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









