મોરબીમાં જિલ્લા મેજીસ્ટ્રેટે દ્વારા હથીયારબંધીનું જાહેરનામું બહાર પાડેલ હોવા છતાં કેટલાક શખ્સો બંદૂક, લાકડી, છરી જેવા હથીયારો સાથે ઝડપાતા રહે છે. આવા જ એક કિસ્સામાં માળીયા મીંયાણા તાલુકાની સીમમા વીહ વિસ્તારમાંથી એક ઇસમને દેશી બનાવટની જામગરી (હથિયાર) સાથે માળીયા મીંયાણા પોલીસે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવે રાજકોટ રેન્જમાં બનતા હથીયાર સબંધી બનતા બનાવો અટકાવવા તેમજ ગેરકાયદેસર હથીયાર શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન માળીયા મીંયાણા પોલીસને ખાનગીરાહે હકીકત મળેલ કે, માળીયા મીંયાણા તાલુકાના વિહ વિસ્તારમાં આવેલ જલાઉદીન હારૂનભાઈ કાજેડીયાના ખેતરના શેઢે બાવળની કાંટમાં આરોપી તૈયબભાઈ જલાઉદીનભાઈ કાજેડીયાએ હાથ બનાવટનુ હથિયાર છુપાવી રાખેલ છે. જે મળેલ હકીકતનાં આધારે સ્થળ પર રેઇડ કરતા આરોપી તૈયબભાઈ જલાઉદીનભાઈ કાજેડીયા (રહે. કાજરડા ગામ તા.માળીયા મીંયાણા, જી.મોરબી) ખેતરમા હાજર હોય જે આરોપીને વિશ્વાસમા લઇ યુકતિ પ્રયુકિતથી પુછપરછ કરતા આરોપીએ ખેતરના શેઢે બાવળની કાંટમા હથીયાર છુપાવીને રાખેલ હોવાનુ સ્વીકારતા સ્થળ તપાસ કરતા બાવળની કાંટમાથી એક દેશી બનાવટની સિંગલ બેરલની જામગરી (હથિયાર) બંદુક જેની કિંમત રૂ.૨૦૦૦/- હોય તે મળી આવતા હથિયાધારા હેઠળ ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ કામગીરી એ.એસ.આઈ વનરાજસિંહ બાબરીયા તથા કોન્સ્ટેબલ હરપાલસિંહ રાજપુત તથા મોસીનભાઈ સીદી તથા જયેન્દ્રસિંહ ભટ્ટી તથા રોહીતભાઈ સોનાગ્રા દ્વારા કરવામાં આવી છે.