મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પૂર્વ બાતમીને આધારે મોરબી–માળિયા હાઈવે પરથી મોરબી તરફ આવતી આઈ-૨૦ કારમાંથી વિદેશી દારૂની ૧૮૩૭ બોટલો સાથે કાર ચાલક રાજસ્થાની શખ્સને ઝડપી લેવાયો હતો.
મળતી માહિતી અનુસાર મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફ નાઇટ પેટ્રોલીગમા હોય તે દરમ્યાન ખાનગીરાહે મળેલ બાતમીના આધારે મોરબી માળીયા હાઇવે તરફથી આવતી આઈ-૨૦ કાર મોરબી તરફ આવતી હોય જેથી કારની વોચ રાખતા બાતમીવાળી કાર ત્યાંથી પસાર થતા તેને રોકી જેમાં તેના રજી. જીજે-૨૪-કે-૯૬૭૮ હોય પરંતુ નંબર પ્લેટ શંકાસ્પદ હાલતમાં ફિક્સ કરેલ હોય જેથી એન્જીન અને ચેસીસ ણઉંબરની ચકાસણી કરતા આઈ-૨૦ કાર રાજસ્થાન પાસિંગ હોય તેના નંબર આરજે-૧૬-સીએ-૪૯૩૩ હોવાનું સામે આવ્યું હતું. ત્યારે દારૂની હેરફેર કરવા માટે આરોપીએ આઇ.૨૦ કારમાં ખોટી નંબર પ્લેટ લગાડી ખરા તરીકે ઉપયોગ કરેલ હોય તેમજ રેઇડ દરમ્યાન કારમાંથી વિદેશીદારૂની બોટલ નંગ-૧૮૩૭ કી.રૂ. ૨,૧૧,૭૪૦/- મળી આવેલ ત્યારે પોલીસે આઇ.૨૦ કાર કી.રૂ.૫ લાખ ગણી કુલ ૭,૧૧,૭૪૦/-કબ્જે કરી કાર ચાલક આરોપી શ્રીરામ બીરબલરામ બિશ્નનોઇ ઉ.વ.૨૧ રહે. કુકા તા.બાગોડા જી.ઝાલોર રાજસ્થાનવાળાની અટકાયત કરવામાં આવી છે.
ત્યારે પકડાયેલ આરોપીની સઘન પૂછપરછમાં આ વિદેશી દારૂનો જથ્થો મોકલ્યો હોવાની કબૂલાત આપી હતી. હાલ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બંને આરોપીઓ સામે પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.