ગુજરાતમાં સોશિયલ મીડિયા પર ભોગ બનવાના અનેક બનાવો સામે આવી રહ્યા છે.ત્યારે સાયબર ક્રાઈમના ડીસીપી લવિના સિન્હાએ એક સમારંભમાં ગુજરાતના જ એક કેસની વિગતો આપતા કહ્યું હતું કે કોઈપણ વ્યક્તિએ અંગત માહિતી અપલોડ કરતા પહેલા હજાર વાર વિચાર કરવો જોઈએ કારણ કે ગુજરાતમાંથી જ વિદેશ જતાં વિદ્યાર્થિએ સોશિયલ મીડિયા પર તેના અમદાવાદથી સિંગાપોર અને સિંગાપોરથી આગળના પ્રવાસની વિગતો અપલોડ કરી હતી. ત્યાર બાદ ક્રિમિનલ્સે તે સિંગાપોરની ફ્લાઈટમાં બેસી ગયા પછી તેના માતાપિતાને ફોન કરીને કહ્યું હતું કે તેમના છોકરાનું અપહરણ કરી દીધું છે તેથી સોશિયલ મીડિયા પર પર્સનલ માહિતી અપલોડ કરતા પહેલા વિચાર કરવો જોઈએ.
મળતી માહિતી અનુસાર, સાયબર ક્રાઇમના ડીસીપી લવિના સિન્હા એ એક કાર્યક્રમમાં માહિતી આપતા જણાવ્યું હતું કે કોઈપણ વ્યક્તિ એ સોશિયલ મીડિયામાં પર્સનલ માહિતી શેર કરતા પહેલા ચાર વાર વિચાર કરવો જોઈએ. ગુજરાતના એક બનાવની વાત કરતાં જણાવ્યું હતું કે છોકરો સિંગાપોરથી પ્લેનમાં બેસી ગયો હોવાથી તેનો ફોન થોડા કલાક લાગશે જ નહિ તે જાણતા ક્રિમિનલ્સે તેઓ પાકિસ્તાની હોવાનું અને છોકરાને છોડાવવા માટે મોટી રકમની માગણી મૂકી હતી. આ કેસ આખરે ક્રિમિનલ્સનો હોવાનું સામે આવ્યું હતું. પરંતુ આ ઘટના સોશિયલ મીડિયા યુઝર્સ માટે ચેતવણી સમાન છે. આજે દરેક સોશિયલ મીડિયા યુઝર્સ આ રીતે તેમની દરેક મુવમેન્ટની વિગતો અપલોડ કરતાં રહે છે તેનાથી સાયબર ક્રાઈમ કરનારાઓને પ્રોત્સાહન મળે છે. તેથી તેમ કરતાં દરેક સોશિયલ મીડિયા યુઝર્સે અટકવું જોઈએ. તેમજ આજે સાયબર ક્રાઈમ વધી ગયું હોવાનું જણાવતા તેમણે કહ્યું હતું કે શેરબજાર બંધ થયા પછી શેરબજાર બીજા દિવસે સવારે ખૂલે ત્યાં સુધીના ૧૬ કલાકના ગાળામાં રોજ એક જણ સાથે આઈપીઓઓ શેર્સ એડવાન્સમાં અપાવવાને નામે રૂા. ૨૦ લાખથી રૂ. ૨ કરોડ સુધીની છેતરપિંડી થાય છે. તમારી પોતાની સલામતી માટે તમે બધું જ ઓનલાઈન શેર ન કરો તેમા જ તમારૂ હિત છે. ઓનલાઈન સેક્સટોર્શન (ઓનલાઈન ફોન કરીને અજુગતું કાર્ય કરાવીને પછી બ્લેકમેઈલિંગ કરીને જાતિય શોષણ) પણ થાય છે. તેથી સોશિયલ મીડિયામાં દરેક માહિતી અપલોડ ન કરવા ચેતવણી આપી છે.