આજરોજ મોરબી જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાની સુચનાથી એસ.ઓ.જી. પીઆઈ જે.એમ.આલના માર્ગદર્શન હેઠળ આગામી ૧૫મી ઓગસ્ટ તેમજ તહેવારો અનુસંધાને મોરબી જિલ્લામાં ગેરકાયદેસર હથિયાર રાખતા ઇસમોને શોધી કાઢવા સુચના મળતા એસ.ઓ.જી. સ્ટાફ મોરબી સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગીરાહે મળેલ હકિકત આધારે મોરબી સીટી જોન્સનગરના ઢાળીયા પાસેથી આરોપી એઝાજ યુનુસભાઇ ફલાણી (ઉ.વ.૨૧, ધંધો મજુરી, રહે.રાજકોટ કોઠારીયા સોલવન્ટ નુરાનીપરા હશેનીચોક, મુળ મોરબી કાલીકાપ્લોટ હુશેનીચોક મોરબી) વાળાને ગેરકાયદેસર દેશી હાથ બનાવટની પીસ્ટલ નંગ-૧ તથા જીવતા કાર્ટીઝ નંગ-૨ કુલ કી.રૂ.૧૦,૨૦૦/- સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ આર્મ્સ એકટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવેલ છે.
આ કામગીરીમાં મોરબી એસ.ઓ.જી. એએસઆઈ રણજીતભાઇ બાવડા, કિશોરભાઇ મકવાણા, હેડ કોન્સ. રસિકભાઇ કડીવાર, સબળસિંહ સોલંકી, સેખાભાઇ મોરી, મુકેશભાઇ જોગરાજીયા, મહાવીરસિંહ પરમાર, પો.કોન્સ. સતિષભાઇ ગરચર, ધર્મેન્દ્રભાઇ વાધડીયા, ભાવેશભાઇ મીયાત્રા સહિતનાઓ રોકાયેલા હતા.