ઇન્ડીયન પ્રિમિયર લીગ (IPL)નો રંગારંભ આરંભ થઇ ગયો છે. ત્યારે સટોડીયા પણ સટ્ટો રમવા એક્ટીવ થઇ ગયા છે. મોરબીની વાવડી રોડ ક્રિષ્નાપાર્ક સોસાયટીમાં રહેણાંક મકાનમાં SRH-LSGની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા સટોડીયાને મોરબી સીટી એ ડિવીઝન પોલીસે ઝડપી લીધો હતો અને તેની સામે કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમ ગત તા.૭/૦૪/૨૦૨૩ ના રાત્રિ પેટ્રોલીંગ કરી રહી હતી. તે દરમિયા બાતમી મળી હતી કે, મોરબી વાવડી રોડ ક્રિષ્નાપાર્ક સોસાયટીમાં મહમદહનીફ ગુલામભાઇ ચાનીયાનાં રહેણાંક મકાને મહમદહનીફ, હનીફભાઇ (રહે. મોરબી) તથા ભોલાભાઇ સીંધી (રહે. મોરબી) નામના શખ્સો સટ્ટો રમાડી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરી મોબાઇલ ફોનથી ક્રિકેટ લાઇનગુરૂ નામની એપ્લીકેશનમા આઇ.પી.એલ.ની SRH-LSG બંને ટીમ વચ્ચેની ૨૦ -૨૦ ઓવર ક્રિકેટમેચનુ સ્કોરબોર્ડ નિહાળી ક્રિકેટ મેચ ઉપર રનના આંકડા ઉપર જુગાર રમી-રમાડી મહમદહનીફ નામનો શખ્સ હનીફભાઇ તથા ભોલાભાઇ સીંધી સાથે પોતે રમી સોદાલખી મહમદહનીફ સ્થળ પરથી મળી આવતા પોલીસે આરોપી પાસેથી રૂ.૨૦,૦૦૦/-ની કિંમતના બે મોબાઈલ તથા ક્રિકેટના રનના આંકડા લખેલ નોટબુક તથા રોકડ રૂ.૩૨૦૦/- મળી કુલ રૂ.૨૩,૨૦૦/-નો મુદામાલ કબ્જે કબ્જે કર્યો છે. તેમજ હનીફભાઇ (રહે. મોરબી) તથા ભોલાભાઇ સીંધી (રહે. મોરબી) નામના શખ્સોને વોન્ટેડ જાહેર કરી તમામ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.