મોરબીના રાજપર રોડ ઉપર ઍક્સેસ મોપેડ રજી.નં. જીજે-૩૬-એએચ-૦૦૦૮ માં ૭૮ લીટર દેશી દારૂ લઈ નીકળેલ આરોપી વિજયભાઇ બાબુભાઇ પરમાર ઉવ.૩૨ રહે.શક્ત શનાળા મોરબીવાળાને સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યો છે, જ્યારે પકડાયેલ આરોપીને દેશી દારૂનો જથ્થો આપી જનાર આરોપી જયદીપસિંહ ઉર્ફે રાજો મહેન્દ્રસિંહ ઝાલા રહે.શક્ત શનાળા મોરબીવાળાના નામની કબુલાત આપતા તે આરોપીને ફરાર દર્શાવી મોપેડ અને દેશી દારૂનો જથ્થો એમ મળી કિ.રૂ.૫૫,૬૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.