વાંકાનેર તાલુકાના કોઠી ગામના બસ સ્ટેન્ડ સામે નેશનલ હાઇવે ઉપરથી રેનોલ્ટ કંપનીની ડસ્ટર કારમાં દેશી દારૂની ખેપ મારતા એક શખ્સને ૧૫૦ લીટર દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યો છે. આ સાથે પોલીસે કાર ચાલક આરોપી પાસેથી કાર તથા એક મોબાઇલ કબ્જે લઇ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં પ્રોહી.નો ગુન્હો નોંધવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર વાંકાનેર તાલુકાના કોઠી ગામના બસ સ્ટેન્ડ સામે મહીકા નદી ઉપરના પુલ પાસેના નેશનલ હાઇવે ઉપરથી આરોપી ભરતભાઇ શાંતુભાઇ ધાંધલ ઉવ.૪૦ રહે.ખાટડી તા.ચોટીલા જી.સુરેન્દ્રનગરના કબ્જા ભોગવટાવાળી રેનોલ્ટ કંપનીની ડસ્ટર કાર રજી. જીજે-૦૩-એફકે-૮૮૮૫ માંથી પાસ પરમીટ કે આધાર વગર પ્લાસ્ટિકના બાચકા નંગ ૬ માં ૧૫૦ લીટર દેશી દારૂ સાથે સ્થળ ઉપરથી મળી આવતા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે આરોપી પાસેથી ડસ્ટર કાર, એ મોબાઇલ તથા દેશી દારૂનો જથ્થા સહિતનો મુદામાલ કબ્જે કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.