Friday, May 17, 2024
HomeGujaratમોરબીનાં નાની વાવડી રોડ પરથી વિદેશી દારૂની ૧૩૨ બોટલ સાથે એક ઝડપાયો

મોરબીનાં નાની વાવડી રોડ પરથી વિદેશી દારૂની ૧૩૨ બોટલ સાથે એક ઝડપાયો

મોરબી જીલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીની સુચના તેમજ ડી.વાય.એસ.પી. પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ દારૂ જુગારની પ્રવૃતિ સદંતર નાબદુ કરવા તેમજ મીલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી સીટી એ ડીવીજન પોલીસની ટીમે વિદેશી દારૂ રૂ.૪૯,૫૦૦ તથા કાર મળી કુલ રૂ.૧,૪૯,૫૦૦/ ના જથ્થા સાથે એક શખ્સને પકડી પાડી તેમજ એક શખ્સને ફરાર જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડીવીજન પોલીસની ટીમને ગઈકાલે ખાનગીરાહે બાતમી મળેલ કે, રવિભાઇ જીતેન્દ્રભાઇ પાલા (રહે.મોરબી નાનીવાવડી રોડ બજરંગ સોસાયટી) નામનો શખ્સ પોતાના ઘરની બહાર GJ05-CP-0039 નંબરની એસન્ટ કારમા ઈગ્લીસ દારૂનો જથ્થો રાખી ઈગ્લીસ દારૂની બોટલોનુ વેચાણ કરે છે, જે હકિકતનાં આધારે મોરબી વાવડી રોડ બજરંગ સોસાયટી માથી હકિકત વાળી કારમા રવીભાઇ જીતેન્દ્રભાઇ પાલા નામનો આરોપી મળી આવતા કારમાથી ઇગ્લીશદારૂની રૂ.૪૯,૫૦૦/-ની કિંમતની ૧૩૨ બોટલનો મુદામાલ તથા રૂ.૧,૦૦,૦૦૦/-ની કિંમતની એસન્ટ કાર મળી કુલ રૂ.૧,૪૯૫૦૦/-નાં મુદામાલ સાથે મળી આવતા તેમજ ઇગ્લીશ દારૂ આપનાર ભરતભાઇ કાનજીભાઇ ચાવડા (રહે.રવાપર રોડ, સદગુરૂ સોસાયટી-૦૧) હાજર નહી મળી આવતા ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!