Saturday, July 27, 2024
HomeGujaratવાંકાનેરના ચન્દ્રપુરમાં રહેણાંક મકાનમાંથી 50 બોટલ દારૂ સાથે એક ઝડપાયો

વાંકાનેરના ચન્દ્રપુરમાં રહેણાંક મકાનમાંથી 50 બોટલ દારૂ સાથે એક ઝડપાયો

પોલીસે કુલ રૂ. ૧૮,૭૫૦ નો મુદામાલ કબ્જે કર્યો

- Advertisement -
- Advertisement -

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર પોલીસે ગઈકાલે બાતમીના આધારે આરોપી ઈમરાનભાઈ ઈબ્રાહીમભાઈ પઠાણ (ઉ.વ.૩૭, રહે. ગુલશનપાર્ક સોસાયટી,ચંદ્રપુર) ના મકાનમાં દોરડો પાડી રહેણાંક મકાનની નવેરીમાં રાખેલ અંગ્રેજી દારૂની મેકડોવેલ નંબર-૧ સુપરીયર વ્હીસ્કી ઓરીજીનલની ૭૫૦ મીલીની કાચની કંપની શીલ પેક બોટલો નંગ-૫૦ જેની કુલ કિં.રૂ.૧૮,૭૫૦/- નો મુદામાલ કબ્જે કર્યો હતો. તેમજ આરોપી ઈમરાનભાઈ ઈબ્રાહીમભાઈ પઠાણને ઝડપી લીધો હતો. આ આરોપીએ ઈંગ્લીશ દારૂની બોટલ મુળરાજસિંહ ઉર્ફે મોન્ટુ રાણા (રહે. વણા, તા. લખતર, જી. સુરેન્દ્રનગર) પાસેથી વેચાણ અર્થે મેળવી હોવાનું ખુલતા વાંકાનેર સીટી પોલીસે ગુનો નોંધી આરોપીને પણ ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!