મોરબી : પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૪ના રોજ મોરબીના મુનનગર પાસેથી અશોકભાઇ ઉર્ફે અજયભાઇ લાલજીભાઇ માલકીયાને ગે.કા રીતે પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટની વીદેશી દારૂ વ્હીસ્કીની ૧ બોટલ નંગ (કિં.રૂ.૩૦૦) સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. મોરબી એ ડીવીઝન પોલીસે વિદેશી દારૂની બોટલ કબ્જે કરી પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી આરોપી અજયની અટકાયત કરી છે.