Saturday, December 28, 2024
HomeGujaratહળવદ તાલુકાના જુના દેવાળીયા ગામ પાસેથી બંદુક સાથે એક ઝડપાયો

હળવદ તાલુકાના જુના દેવાળીયા ગામ પાસેથી બંદુક સાથે એક ઝડપાયો

આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થીતી જળવાઇ રહે તેમજ ચુંટણી દરમિયાન શાંતિમય વાતાવરણ જળવાઇ રહે જેના અનુસંધાને નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટ સંદિપ સીંધ સાહેબ તથા પોલીસ અધિક્ષક, મોરબી જીલ્લા પોલીસ વડા એસ. આર. ઓડેદરા તરફથી એસ.ઓ.જી. ને ચાર્ટર મુજબની કામગીરી કરવા સુચના આપેલ હોય જે અન્વયે આજરોજ મોરબી એસ.ઓ.જી.પોલીસ ઈન્સપેકટર જે.એમ.આલ ના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પ્રયત્નશીલ હોય દરમિયાન પો.કોન્સ. ધર્મેન્દ્રભાઇ વાધડિયા તથા યોગેશદાન ગઢવી ને મળેલ સંયુક્ત બાતમી આધારે હળવદ તાલુકાના જુના દેવાળીયા મોતીપરા પાણીના ટાંકા પાસેથી આરોપી મહેશભાઇ ઉર્ફે મુન્નો અમરશીભાઇ મકવાણા (ઉ.વ.રપ, ધંધો રિક્ષા ડ્રાઇવીંગ રહે.નવા દેવળીયા, કોળીવાસ, મસાણ છાપરીની બાજુમા તા.હળવદ જી.મોરબી) વાળાને ગે.કા.દેશી બનાવટની જામગરી બંદુક નંગ-૧, કિં.રૂ.૧૦૦૦/- સાથે પકડી પાડી આર્મ્સ એકટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હળવદ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

- Advertisement -
- Advertisement -

આ કામગીરીમાં મોરબી એસ.ઓ.જી.સ્ટાફ એ.એસ.આઇ. રણજીતભાઇ બાવડા તથા કિશોરભાઇ મકવાણા તથા પો.હેડ કોન્સ. રસિકભાઇ કડીવાર તથા પો.કોન્સ. ધર્મેન્દ્રભાઇ વાધડિયા તથા સતિષભાઇ ગરચર તથા યોગેશદાન ગઢવી સહિતનાઓ રોકાયેલા હતાં.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!