Thursday, January 9, 2025
HomeGujaratવાંકાનેર બ્રાઉન્ડ્રી નજીકથી રૂ ભરેલ ગાસડીઓની આડમાં લવાતા ઈંગ્લીશ દારુનાં મોટા જથ્થા...

વાંકાનેર બ્રાઉન્ડ્રી નજીકથી રૂ ભરેલ ગાસડીઓની આડમાં લવાતા ઈંગ્લીશ દારુનાં મોટા જથ્થા સાથે એક ઝડપાયો

એલસીબીએ આઇસર કન્ટેનરમાંથી ઈંગ્લીશ દારૂની બોટલો નંગ- ૧૬૦૮ કી.રૂ. ૪,૮૨,૪૦૦/- તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.૧૫,૦૨,૪૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લા પોલીસ વડા એસ. આર. ઓડેદરાની સુચનાથી એલસીબી પીઆઈ વી.બી.જાડેજાની ટીમ પેટ્રોલીગમાં હોય દરમિયાન અમદાવાદ તરફથી આઈસર કન્ટેનર નં. એમએચ-૦૪-એફડી-૮૮૧૪ રાજકોટ તરફ આવનાર છે જેમાં ગેરકાયદેસર ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરેલો છે તેવી બાતમી મળી હતી જે બાતમીને આધારે એલસીબી ટીમે વોચ ગોઠવી વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી પસાર થતા આઈસર કન્ટેનર નં. એમએચ-૦૪-એફડી-૮૮૧૪ ને રોકીને તલાશી લેતા તેમાંથી પ્લાસ્ટીકની વેસ્ટ રૂ ભરેલ ગાસડીઓની આડમાં ઈંગ્લીશ દારૂ કાઉન્ટી કલબ ડીલક્ષ વ્હીસ્કીની કંપની શીલપેક બોટલ નંગ- ૧૬૦૮ કી.રૂ. ૪,૮૨,૪૦૦/- મળી આવતા એલસીબી ટીમે ઈંગ્લીશ દારૂની બોટલો, આઈસર કન્ટેનર કિં.રૂ.૧૦,૦૦,૦૦૦/-, ૧૫,૦૦૦/- રોકડ અને પ્લાસ્ટિકની વેસ્ટ રૂ ભરેલ ગાંસડીઓ નંગ ૨૮ મળીને કુલ રૂ ૧૫,૦૨,૪૦૦/- નો મુદામાલ જપ્ત કરી ટ્રક ચાલક ચોખારામ તેજારામ ગોદારા (રહે બાડમેર રાજસ્થાન) વાળાને પકડી પાડ્યો હતો. જ્યારે માલ મોકલનાર આરોપી સોનું (રહે ઉદયપુર) તથા માલ મંગાવનાર ને ફરાર જાહેર કરી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ કલમ હેઠળ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!