Thursday, December 26, 2024
HomeGujaratનટરાજ ફાટક પાસેથી ઈંગ્લિશ દારૂનાં જથ્થા સાથે એક પકડાયો

નટરાજ ફાટક પાસેથી ઈંગ્લિશ દારૂનાં જથ્થા સાથે એક પકડાયો

મોરબી બી ડિવિજન પોલીસ સ્ટાફે બાતમીના આધારે શહેરના સામાકાંઠે નટરાજ ફાટક પાસે ૮૪ બોટલ ઈંગ્લિશ દારૂ ભરેલી કાર સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.બી ડિવિજન પોલીસે રૂ.૨૫,૨૦૦ની કિંમતનો.ઈંગ્લિશ દારૂ તથા કાર મળીને કુલ રૂ.૭૫,૨૦૦નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરાની સુચના મુજબ મોરબી જીલ્લામાં પ્રોહી-જુગારની બદી નેસ્ત નાબુદ કરવા નાયબ પોલીસ અધિક્ષક રાધીકા ભારાઇના માર્ગદર્શન હેઠળ મોરબી સીટી બી ડિવિજન પીઆઇ આઇ.એમ. કોંઢીયા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.કોન્સ. ભગીરથભાઇ દાદુભાઈ લોખીલની બાતમી આધારે નટરાજ ફાટક પાસેથી નીકળેલી જીજે-૧૨-જે-૦૭૫૮ નંબરની કારને અટકાવીને પોલીસે તલાશી લેતા કારમાંથી ભારતીય બનાવટની પરપ્રાંતીય એપીસોડ ગોલ્ડ વ્હીસ્કી લખેલ ૭૫૦ મીલીની કાચની કંપની શીલપેક બોટલો નંગ ૮૪ કી.રૂ.૨૫,૨૦૦ નો ઈંગ્લિશ દારૂ મળી આવ્યો હતો.આથી પોલીસે આ ઈંગ્લિશ દારૂ તેમજ કાર મળીને કુલ રૂ.૭૫,૨૦૦ નાં મુદ્દામાલ સાથે આરોપી ચીરાગ જગદિશભાઇ ગાંધી (રહે. માધાપર શેરી નં. ર,મોરબી) વાળાની ધરપકડ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ કામગીરીમા પો.હેડ.કોન્સ. ક્રીપાલસીંહ ચાવડા, ઇસ્તીયાઝભાઇ જામ, અર્જુનસીંહ ઝાલા તથા પો.કોન્સ મુકેશભાઇ જીલરીયા તથા રમેશભાઇ મીયાત્રા, વનરાજભાઇ ચાવડા, દેવસીભાઇ મોરી સહિતનાઓ રોકાયેલ હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!