બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર શહેરમાં લક્ષ્મીપરામાં રહેતા ફીરોજભાઇ અયુબભાઇ પીપરવાડીયાએ પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર વેચાણ કરવાના ઇરાદે બીયરના ટીન નંગ 5 અને બીયરની બોટલ નંગ 1 મળી કુલ કિં.રૂ. ૬૫૦નો મુદામાલ રાખેલ હતો.વાંકાનેર સીટી પોલીસે મુદ્દામાલ જપ્ત કરી આરોપી ફિરોજ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી તેની અટકાયત કરી હતી.