ટંકારાના લજાઈ ગામથી હડમતીયા જતા રોડ ઉપર સરદાર કોમ્પ્લેક્ષ પાસેથી આરોપી કેતનભાઈ વામજા ગેર કાયદેસર પાસ પરમીટ કે આધાર વગર નંબર પ્લેટ વગરના એકસેસ મોટર સાયકલમાં ભારતીય બનાવટના જ્હોની વોકર બ્લેન્ડેડ સ્કોચ વ્હિસ્કીની બોટલ નંગ-૦૧ કિમત રૂપીયા-૧૫૦૮/- તથા પોતાના કબજા ભોગવટા વાળી ડીલક્ષ પાન નામની દુકાનમાં બેલેન્ટાઇન્સ ફાઈનેસ્ટ બ્લેન્ડેડ સ્કોચ વ્હિસ્કીની નંગ-૦૨ બોટલ કિમત રૂપીયા-૩૦૨૮/- નો મુદામાલ વેચાણ કરવાના ઇરાદે રાખી હેરાફેરી કરતા મળી આવતા એકસેસ ટંકારા પોલીસે આરોપી કેતનભાઇ વલ્લ્ભભાઇ વામજા ઉવ.૩૪ રહે. લજાઇ ગામ ઝાપા પાસે તા.ટંકારાવાળાને ઍક્સેસ મોપેડ કિ.રૂ.૨૫,૦૦૦/- એમ કુલ મળી રૂ.૨૯૫૩૬/- નો મુદામાલ કબ્જે કરી આરોપીની અટકાયત કરી તેની વિરુદ્ધ સાથે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.