મોરબી તાલુકાનાં ઉંટબેટ (શામપર) ગામેથી ગેરકાયદેસર બંદુક સાથે એકને ઝડપી પાડતી મોરબી એસ.ઓ.જી.
ગત તા. ૨૬નાં રોજ પોલીસ અધિક્ષક એસ. આર. ઓડેદરાની દ્વારા વિધાનસભા પેટા ચુંટણીને અનુલક્ષીને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને ચુંટણી દરમ્યાન શાંતિમય વાતાવરણ જળવાઈ રહે તે હેતુસર ગે.કા.હથિયારો રાખી અસામાજીક પ્રવૃત્તિ કરતાં ઈસમોને શોધી ધોરણસરની કાર્યવાહી કરવા સુચનાં મળતાં મોરબી એસ.ઓ.જી. પોલીસ ઈન્સપેકટર જે. એમ. આપનાં માર્ગદર્શન હેઠળ મોરબી એસ.ઓ.જી. એ.એસ.આઈ ફારૂકભાઈ પટેલ, પોલીસ કોન્સ્ટેબલ સતિષભાઇ ગરચર, ભરતસિંહ ડાભી, સંદિપભાઈ માવલા સહિતનાં સ્ટાફ દ્વારા પોલીસ કોન્સ્ટેબલ સતિષભાઇ સુખાભાઈ ગરચરની હકીકતરૂપી બાતમી આધારે મોરબ તાલુકાનાં ઉંટબેટ (શામપર) ગામનાં ઉતર તરફની કાઠી પાસેથી કરીમ ફુલ્લુભાઈ લુણાઈ જાતે ડફેર સંધિ (ઉ.વ.૩૬) રહે. ઉંટબેટ (શામપર) તા. મોરબી વાળાને ગે.કા. દેશી બનાવટની જામગરી બંદુક નંગ ૧ કિ.રૂ.૨૦૦૦/- સાથે ઝડપી પાડી આર્મ્સ એક્ટ મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
અગાઉ પણ આ આરોપી સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં સેકન્ડ ગુ.ર.નં.૩૧૬૩/૨૦૧૯ આર્મ્સ એક્ટ ૨૫(૧-બી)એ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હા નોંધાયેલા છે.