મોરબી યમુનાનગર સોસાયટીમાંથી ગેરકાયદેસર દેશી તમંચા સાથે એક ઇસમને મોરબી એસ ઓ જી ટીમે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરાના માર્ગદર્શન હેઠળ મોરબી એસ ઓ જી પી આઈ જે એમ આલની સુચના હેઠળ વિધાનસભા ચુંટણી તેમજ નવરાત્રી-દિવાળીના તહેવારો અનુસંધાને ગેરકાયદેસર હથિયાર રાખતા ઇસમો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે એસ ઓ જી સ્ટાફ બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય દરમિયાનસ્ટાફના પરેશભાઈ પરમાર તથા રસિકભાઈ કડીવારને બાતમી મળેલ જેના આધે મોરબી વિસીપરામાં આવેલ યમુનાનગર સોસાયટીમાં આરોપી સાજીદ ઉર્ફે સાજલો સાઉદીનભાઈ જેડાને ગેરકાયદેસર દેશી બનાવટની ૧૨-બોર તમંચો નંગ-૧ કીમત રૂ.૫૦૦૦ સાથે મળી આવતા આર્મ્સ એકત મુજબ ધોરણસરની કાર્યવાહી એસ ઓ જી ટીમે હાથ ધરી છે.
મોરબી એસ ઓ જી ટીમની આ કામગીરીમાં કિશોરભાઈ મકવાણા, રસિકભાઈ કડીવાર, પરેશભાઈ પરમાર, ધર્મેદ્ન્રભાઈ વાધડીયા અને રમેશભાઈ રબારીએ કરેલ છે