મોરબી તાલુકા પોલીસે પૂર્વ બાતમીને આધારે રાજપર( કુંતાશી ) ગામની સીમમાંથી એક ઇસમને દેશી હાથ બનાવટી જામગરી બંદુક (હથિયાર) સાથે પકડી લઈ તેની વિરુદ્ધ હથિયાર ધારા હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકા પોલીસ મથકના સંજયસિંહ ઘનશ્યામસિંહ જાડેજા તથા વિજયભાઇ નાથાભાઇ ડાંગરને ખાનગીરાહે મળેલ બાતમીને આધારે તાલુકા પોલીસ ટીમ દ્વારા રાજપર(કુંતાશી) ગામની સીમમાંથી આરોપી કરીમભાઇ ફુલુભાઇ લુણાઇ ઉવ-૪૫ રહે.ઉંટબેટ સામપર તા-જી મોરબીવાળાને દેશી બનાવટની જામગરી બંદુક કિ.રૂ.૨ હજાર સાથે શંકાસ્પદ હરકત કરતો મળી આવતા તેની અટક કરવામાં આવી છે. પકડાયેલ આરોપી વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં આર્મ્સ એકટ હેઠળ ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ ચલાવી છે.