મોરબીના મહેન્દ્રનગર ચોકડી અને ઘુટુ ગામ નજીકથી થયેલ બાઈક ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખી એક ઇસમને બે ચોરાઉ બાઈક સાથે પકડી લીધો હતો.
આ અંગે જાણવા મળતી વિગત અનુસાર મોરબી તાલુકાના ઘુંટુ ગામેં આવેલ દાડમીયા દાદાના મંદિર પાસે મોરબી તાલુકા પોલીસ રોડ ઉપર વાહન ચેકીંગ કરી રહી રહી હતી આ દરમિયાન એક શંકાસ્પદ શખ્સ બાઈક સાથે નીકળ્યો હતો જેને અટકાવી તલાશી અને પુછપરછ કરતા આ શખ્સ ગોટે ચડ્યો હતો જેથી પોલીસે બાઈકના કાગળો માંગતા આરોપીએ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. જેથી પોલીસે પોકેટકોપના માધ્યમથી બાઈક મો.સા.ના એન્જીન નંબર તથા ચેસીસ નંબર આધારે સર્ચ કરી આરોપી કિશન રમેશભાઇ પટેલ (ઉ.વ -૨૪ રહે આબલી ગામ મંદિર અમદાવાદ)ની સઘન પુછપરછ કરતા આરોપીએ કબૂલાત આપી મોરબીના મહેન્દ્રનગર ચોકડી પાસેથી તથા ઘુટુ રોડ ઉપર આવેલ માર્કો વિલેજ સોસાયટી ખાતેથી ૨ મોટર સાયકલ ચોરી કરેલાની કબુલાત આપી હતી.આથી પોલીસે બે ચોરાઉ બાઈક રૂ.૫૦,૦૦૦ નો મુદ્દામાલ રીકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.