Tuesday, January 7, 2025
HomeGujaratમોરબીમાં ફુગ્ગા વેંચતા પરિવારની એક વર્ષીય બાળકીનું કાર હડફેટે મોત:કારચાલક વિરૂદ્ધ ગુનો...

મોરબીમાં ફુગ્ગા વેંચતા પરિવારની એક વર્ષીય બાળકીનું કાર હડફેટે મોત:કારચાલક વિરૂદ્ધ ગુનો નોંધાયો

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં મહારાણા પ્રતાપજી સર્કલ નજીક પુરપાટ ગતિથી આવેલ કારે ફુગ્ગા તથા રમકડાં વેંચતા પરિવારની પાંચ વર્ષની અને એક વર્ષની એમ બે પુત્રીઓ કે જે સાઈડમાં રમતી હોય તેને હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડી પોતાની કાર લઈને સ્થળ ઉઓરથી નાસી ગયો હતો, અકસ્માતની ઘટનામાં ઇજા પામેલ બંને માસુમ બાળકીને સારવાર અર્થે તેના માતા-પિતા સરકારી હોસ્પિટલમાં લાવતા જ્યાં ડોક્ટરે ૧ વર્ષીય માસુમ બાળકીને મૃત જાહેર કરી હતી ત્યારે સમગ્ર બનાવ મામલે મૃતક બાળકીના પિતા દ્વારા અકસ્માત સર્જી નાસી ગયેલ કારના ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ રાજસ્થાન રાજ્યના જયપુર જિલ્લાના ગોવિંદપુરા કાચ્ચી બસ્તિના વતની હાલ મહારાણા પ્રતાપજી સર્કલ નજીક મેદાનમાં રહેતા કાલુરામ સીતારામ બાવરીયા ઉવ.૩૫ એ મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી તરીકે કાર રજી.નં. જીબી-૩૬-એએલ-૮૧૬૯ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગત તા. ૦૪/૦૧ના રોજ ઉપરોક્ત કારના ચાલકે પોતાની કાર પુરઝડપે અને બેદરકારીપૂર્વક ચલાવી આવી મહારાણા પ્રતાપજી સર્કલ પાસે સાઈડમાં રમતી ફુગ્ગા અને રમકડાં વેંચતા કાલુરામની બે પુત્રી કિરણ ૫ વર્ષ, દિવ્યા ૧ વર્ષ વાળીને હડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. જે અકસ્માતમાં માથામાં અને પેટના ભાગે ગંભીર ઇજાઓ પામેલ દિવ્યા ૧ વર્ષવાળીનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જી કાર ચાલક પોતાની કાર સ્થળ ઉપરથી લઈને નાસી ગયો હતો, હાલ પોલીસે કાલુરામની ફરિયાદને આધારે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડી લેવા અલગ અલગ દિશામાં તપાસની તજવીજ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!