મોરબી:બાઈક ઉપર સવાર બે યુવકો પુરપાટ ગતિએ બાઈક ચલાવીને જઈ રહ્યા હોય તે દરમિયાન પુરપાટ ગતિને હિસાબે બાઈક ચાલક યુવકે બાઈક ઉપર પોતાનો કાબુ ગુમાવતા મોરબી તાલુકાના લાલપર ગામ નજીક પાવર-હાઉસ સામે રોડ ઉપર આવે ડિવાઈડર સાથે બાઈક અથડાતા બાઈક ચાલક ગંભીર ઇજાઓને કારણે સારવારમાં મોત નીપજ્યું હતું, જયારે બાઈક પાછળ બેઠેલ યુવકને ફ્રેકચર જેવી ઈજાઓ પહોંચી હતી. ઉલ્લખનીય છે કે સાડા પાંચ મહિના બાદ આ અકસ્માતના બનાવની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં નોંધાતા હાલ પોલીસે મૃતક બાઈક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મધ્યપ્રદેશના જાલી-૧ ગામના રહેવાસી હાલ સરતાનપર ગામની સીમમાં આવેલ એમરસ ટાઇલ્સના કારખાનામાં રહેતા સુરજભાઇ બિરેનભાઇ સેન ઉવ.૨૩ એ મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી મૃતક બાઈક ચાલક રાજેશભાઇ ધીરેનભાઇ સેન રહે વોયાતી સિરામિક કારખાને જામ્બુડીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે આજથી સાડા પાંચ મહિના અગાઉ તા. ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ રાત્રીના સાવ બારે વાગ્યાના અરસામાં મરણજનાર આરોપી રાજેશભાઈ સેન એ પોતાના હવાલાવાળુ વાહન મો.સાયકલ રજી નં. RJ-18-FS-8746 વાળુ હાઇવે રોડ ઉપર પુર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી મો.સાયકલ ઉપરનો કાબુ ગુમાવી રોડની વચ્ચે આવેલ ડીવાઇડર સાથે તથા તેની બાજુમા ખોડેલ થાંભલા સાથે તથા ડીવાઇડરની વચ્ચે આવેલ લોખંડની ઝાળી સાથે મો.સાયકલ ભટકાડતા રાજેશભાઈને શરીરે ગંભીર ઇજા પહોંચતા તેમનું સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યું હતું. જયારે મો.સાયકલમા પાછળ બેસેલ અવિનાશકુમાર સુલોસિંહને આ અકસ્માતમાં શરીરે ફ્રેક્ચર જેવી ઇજા પહોંચી હતી. મોરબી તાલુકા પોલીસે અકસ્માતના બનાવ અંગે બાઈક ચાલક વિરુદ્ધ ગન દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.