વાંકાનેરમાં ખેડૂત એ સંગ્રહ કરી રાખેલ આશરે ત્રણ લાખની કિંમતની ૪૦૦ મણ ડુંગળી ચોરી થયાની વાંકાનેર સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી જે મામલે પોલીસે ડુંગળી ચોર ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેરમાં પંચાસર ગામની સીમમાં આવેલ એક ગોડાઉન માંથી ઇમરાન ભાઈ ભોરણીયા નામના ખેડૂત એ સંગ્રહ કરેલ ૪૦૦ મણ ડુંગળી ની ચોરી થવા પામી હતી અને ખેડૂત દ્વારા વાંકાનેર સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેની તપાસ કરતી વાંકાનેર સીટી પોલીસની ટીમને સી.સી.ટી.વી ફુટેજ તેમજ ટેકનીકલ સોર્સ તેમજ હ્યુમનસોર્સથી ખાનગીરાહે બાતમી મળી હતી કે આ ગુનાના આરોપીઓ ચોરાયેલ ડુંગળી વેચાણનો હીસાબ લઈ 5816 નંબરના સફેદ કલરના ટ્રકમા વાંકાનેર તરફ આવનાર હોય તેવી ચોક્કસ અને ભરોસાપાત્ર હકીકત આધારે વાંકાનેર અમરસર ફાટક પાસે વોચ માં હતા તે દરમિયાન ઈસમો આવતા તેને ઝડપી પાડી પોલીસ સ્ટેશન ખાતે આવી તેની સઘન પુછપરછ કરતા ત્રણેય ઈસમો સબીરહુશેનભાઈ અબ્દુલભાઈ શેરસીયા, જાબીરભાઈ સાજીભાઈ બાદી તથા નજરૂદ્દીનભાઈ અલીભાઈ બાદીએ ડુંગળી ચોરી હોવાની કબુલાત આપી હતી કે બાદ પોલીસે ચોરીમા ગયેલ મુદ્દામાલ તેમજ ડુંગળી વેચાણના રોકડા રૂપીયા તેમજ બીલ સાથે કબજે કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.