મોરબીના ટુ વ્હીલર માટે GJ36 AE અને ફોર વ્હિલ માટે GJ36 AF સીરીઝ તથા ટ્રાન્સપોર્ટ વાહનો GJ36 V માટેના ફક્ત ફેન્સી નંબર માટેની રી-ટેન્ડર પ્રક્રિયા તા.૧૩/૦૭/૨૦૨૨ થી શરૂ થનાર છે. તા.૧૩/૦૭/૨૦૨૨ થી તા.૧૫/૦૭/૨૦૨૨ સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે. તા.૧૫/૦૭/૨૦૨૨ થી તા.૧૭/૦૭/૨૦૨૨ સુધી બીડીંગ પ્રોસેસ રહેશે તથા તા. ૧૭/૦૭/૨૦૨૨ ના રોજ ઓક્શનનું પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે. મોટર વાહનના ઈ-ફોર્મ ઓક્શનના પરિણામ જાહેર થયેથી દિવસ ૫ (પાંચ) મા એઆરટીઓ કચેરી મોરબી ખાતે રજૂ કરવાના રહેશે. પસંદગીના નંબર મેળવવા ઇચ્છતી વ્યક્તિઓએ કાર્યવાહી કરવા સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.